વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું…!!

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને તેમાં બ્લોક (વિભાગ) સામે વાંધો લેવામાં આવતા નવા બ્લોકની રચના કરવામાં આવી હતી અને એ મુજબ ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આ નવા બ્લોકની રચનાને હાઇકોર્ટમાં પડકારી હતી અને હાઇકોર્ટે જુના બ્લોક મુજબ ચુંટણી કરવાનો આદેશ કરતા આજે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા જુના બ્લોક મુજબની ચૂંટણી કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામા મુજબ ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ:- 24/02/2023

ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ:- 27/02/2023

ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ:- 28/02/2023

ચૂંટણની તારીખ:- 03/03/2023 (સમય :-11 થી 02)

મત ગણતરી:- 03/03/2023 (સમય :-બપોરે 3 વાગ્યેથી…)

અત્રે ઉલ્લેખ છે કે બ્લોકના ફેરફારને કોંગ્રેસના આગેવાનોએ હાઇકોર્ટમાં દાદ માગી હતી, જેમાં હાઈકોર્ટે જુના બ્લોકની રચના મુજબ ચુંટણી કરવાનો આદેશ કર્યો હતો. તેમની સામે અમુક આગેવાનો હાઇકોર્ટમાં ડબ્બલ જજની બેન્ચમાં ગયેલ છે, જેમનો નિર્ણય આવવો હજુ બાકી છે, એવું અમારા માહિતી શોર્ષમાંથી જાણવા મળેલ છે. હાઇકોર્ટ શું જજમેન્ટ આપે છે તેમના ઉપર તાલુકા સંઘની ચૂંટણીનો સંપૂર્ણ આધાર રહેલો છે.

આ સમાચારને શેર કરો