Placeholder canvas

છત્તીસગઢમાંથી રેપના ગુનાનો ફરાર આરોપીને વાંકાનેરમાંથી ઝડપાયો.

વાંકાનેર: છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રેપના ગુનાનો ફરાર આરોપી વાંકાનેર વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આરોપીને વાંકાનેર વિસ્તારમાંથી ઝડપી પાડી છત્તીસગઢ પોલીસ હવાલે કરે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ બનાવની મળેલ માહિતી મુજબ આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ સક્રિય હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ મથકમાં નોંધાયેલ રેપના ગુનામાં ફરાર આરોપી વિશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર (ઉ.વ. ૨૩, રહે. મનેન્દ્રગઢ થાના, જગરાખંડ, છત્તીસગઢ)ને વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક અમરધામ પાસે ભાડે રાખેલ ઓરડીમાંથી ઝડપી પાડી આરોપીને છત્તીસગઢ પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો