તીથવામાં બજાર પરનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતને તાલુકા પંચાયતે નોટિસ ફટકારી.

હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ગ્રામ પંચાયત દબાણ ખાલી કરાવવા ઠાગાઠયા કરી રહી છે.

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સર્વે ૧૧૯૨/૧ પૈકીની જમીનમાં ગામના જ એક વ્યક્તિ દ્વારા વર્ષ ૨૦૧૩માં બિનખેતીમાં બતાવેલ રસ્તા પર દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને તેને ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં તે દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયતને હુકમ કરવામાં આવેલ હોવા છતાં ગ્રામ પચાયત દ્વારા આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.

જેમની અનુસંધાને આ વિસ્તારમાં રહેનારા લોકોએ તાલુકા પંચાયતને ૨૦૨૧માં અરજી કરીને ધ્યાન દોરવામાં આવતા તાલુકા પંચાયત દ્વારા ફરીવાર ગ્રામ પંચાયતને દબાણની તપાસ કરવા જણાવેલ પણ ફરી ગ્રામ પંચાયત દ્વારા ભીનું સંકેલવાની કોશિશ કરીને આગળના જવાબો મોકલી આપ્યા હતા. જેને ફરીવાર અરજદારો દ્વારા તાલુકા પંચાયતને બધા કાગળો અને હાઇકોર્ટના ઓર્ડેર સાથે અરજી કરતા અને તેમાં જણાવેલ હતું કે હાઇકોર્ટના હુકમના અનાદર બાબતે અમારે ગ્રામ પંચાયત અને આપની વિરુદ્ધમાં કોર્ટ ઓફ કન્ટેમ શા માટે ન કરવું ? જેથી તાલુકા પંચાયતે આ મુદ્દાને ગભીરતાથી લઈને તીથવા ગ્રામ પંચાયતને હાઇકોર્ટના હુકમનું પાલન કરવા અને દબાણ દિવસ – ૭ માં દૂર કરવા જણાવેલ છે. નોટિસમાં જણાવેલ છે કે આ દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયત કસુરવાર ઠરશે તો ગ્રામ પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૦૮ (અ) અને ૫૭ (અ) મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટીસ ફટકારવામાં આવેલ છે.

અહીં સવાલ એ છે કે હાઈકોર્ટનો હુકમ હોય અને તાલુકા પંચાયત આ બાબતે ગ્રામ પંચાયતને નોટિસ આપીને કાર્યવાહી કરવાનું લેખિતમાં કહ્યું હોવા છતાં પણ ગ્રામ પંચાયત શા માટે પગલાં લેતી નથી ? જાણવા મળેલી માહિતી મુજબ આવતીકાલે તીથવા ગ્રામ પંચાયતે મીટીંગ બોલાવેલ છે. જેમાં આ બાબતે ગ્રામ પંચાયત શુ નિર્ણય કરે છે? એ જોવું રહ્યું કે કે પછી આ પૂર્વેના સરપંચો અને તેમની બોડીએ લીધેલા નિર્ણયનું પુનરાવર્તન કરે છે કે પછી કાયદેસરના પગલાં લીએ છે… એ જોવું રહ્યું. પરંતુ અહીં નોંધવા જેવી બાબત એ છે કે તાલુકા પંચાયતે આ દબાણ દૂર કરવામાં ગ્રામ પંચાયત કસુરવાર ઠરશે તો ગ્રામ પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧૦૮ (અ) અને ૫૭ (અ) મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટીસ ફટકારવામાં આવેલ છે. આ કલમ મુજબ શુ થઈ શકે ? એ તીથવા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો અને સરપંચે જાણી લેવું જોઈએ અને પછી જ યોગ્ય નિર્ણય લેવો જોઈએ…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો