કાતિલ ઠંડી: ધાબળા બહાર કાઢી રાખજો, સોમવારથી જરૂર પડશે…

હવામાન વિભાગની આગાહી સોમવારથી કાતિલ ઠંડી પડવાની શક્યતા રાજ્યમાં ઠંડીનો પારો 10થી 14 ડિગ્રી વચ્ચે રહેશે…

રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. જો કે, સોમવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી આગળ વધી જતાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે જવાની શક્યતા છે. ખાસ કરીને નલિયા અને ડીસા જેવાં શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડીને કારણે શિયાળાની જમાવટ થશે.

હાલમાં રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. ત્યારબાદ 13 ડિસેમ્બરને સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેને કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વાતાવરણમાં પલટાને કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થયું છે. જેને કારણે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના દીવ,મહુવા,વેરાવળ,ભાવનગર,સુરત,વડોદરા, ભરુચ અને વલસાડમાં અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે, ત્યારે વાતાવરણના ઉપરના લેવલના ગરમ પવનો ધરતી તરફ આવતાં વાતાવરણમાં ગરમી વધે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાતાવરણના નીચલા લેવલે ઠંડા પવનો શરૂ થાય છે. આ ઠંડા પવનો વાતાવરણના ઉપરના લેવલના સૂકા પવનો નીચલા લેવલના ઠંડા પવનોને સીધા ધરતી તરફ આવે છે. જેને કારણે ઠંડીમાં વધારો થાય છે.

સોમવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે, જેને કારણે કચ્છના નલિયા,ભુજ,કંડલા અને ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તેમજ અમદાવાદમાં 12 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •