વાંકાનેર

વાંકાનેરમાં મોહરમની ઉજવણી: ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા..

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી, શનિવારે સાંજના તાજીયા પડમાં આવ્યા હતા, જે બાદ આજે બપોરથી મધરાત્રિ સુધી કલાત્મક તાજીયા વાંકાનેરના માર્ગો પર ફરી રાત્રીના ગ્રીન ચોક ખાતે ધાર્મિક વિધિ બાદ ઉજવણી પુર્ણ કરવામાં આવશે. આ સમગ્ર ઉજવણીમાં વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આસ્થાભેર જોડાઇ રહ્યા છે.

આ સમાચારને શેર કરો