વાંકાનેર: વાંકીયા ગામે મજૂરી કામ કરતા પરપ્રાંતિય મજૂરને સાપ કરડી જતા મૃત્યુ.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર: જાલીડા પાસે ઝેરી જાનવર કરડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટિયા પાસે આવેલ આરનીયા બાયો ડોમ નામના સંકુલની ઓરડીમાં સુતેલા વિક્રમ રનુભાઈ આદિવાસીને રાત્રે સૂતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર: લીંબાળામાં સાપ કરડતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે હુશેનભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા અમિતભાઇના દોઢ વર્ષના પુત્ર ચંદન અમીતભાઇ સોરને પગે સાપ કરડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.