CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડને દર મહિને રૂ.500 શિષ્યવૃત્તિ આપશે.:23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

ધોરણ 10માં 60% મેળવનાર વિદ્યાર્થિની સ્કોલરશિપ મેળવી શકશે: વર્ષે રૂ.6 હજાર મળશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તેના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઘણી શિષ્યવૃત્તિ આપે છે. જેમાંથી CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ પણ છે. વાલીઓ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ 2024 માટે સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર 23 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકો છો. […]