આવતીકાલે હિન્દુ સમાજ ધૂળેટી અને મુસ્લિમ સમાજ શબ-એ-બારાતનો તહેવાર મનાવાશે.

ભારતીય સંસ્કૃતિમાં હોળી-ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. આવતીકાલે તા. 18ને શુક્રવારે રંગોના તહેવાર એવા ધુળેટીની દેશભરમાં રંગ ભરી ઉજવણી કરવામાં આવનાર છે. તેની સાથોસાથ આવતીકાલે રાત્રે મુસ્લિમ સમાજ દ્વારા શબ-એ-બારાતનો તહેવાર મનાવવામાં આવનાર છે. શબ-એ-બારાતની મોટી રાત નિમિત્તે આવતીકાલે રાત્રે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરશે તેમજ કુર્રાન શરીફનું પઠન કરશે તેમજ કબ્રસ્તાનોમાં […]