CID ક્રાઈમ અને ખેતીવાડી વિભાગનો સપાટો: રંગપર નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ યુરિયાનો મોટો જથ્થો જપ્ત

₹3.2 લાખથી વધુ કિંમતની 804 બેગ સીઝ કરાઈ; તપાસ અર્થે 6 સેમ્પલ જૂનાગઢ લેબમાં મોકલાયા મોરબીના રંગપર ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. CID ક્રાઈમ ગાંધીનગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેતીવાડી નિયામકની ટીમ સાથે મળીને આ સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. ​દરોડા […]

મોરબીના વધુ 5 ગામો બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપરમાં ભાજપના વિરોધમાં બેનરો લાગ્યા

વીજલાઈન મુદ્દે માંગણીઓ પૂરી ન થાય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવા ગ્રામજનોની કડક ચેતવણી મોરબી : મોરબી જિલ્લામાં “ગુજરાત ખેડૂત સત્યાગ્રહ” અંતર્ગત વીજલાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. તારીખ 03/08/2026 ના રોજ મોરબી તાલુકાના વધુ 5 ગામો બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપરમાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા […]

રાત્રે સુતા હતાને સાપ કરડી ગયો.

વાંકાનેર: આજે વહેલી સવારના આશરે 3 વાગ્યે મૂળ એમપીના અને હાલ વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મંજુબેન અનિલભાઈ માવીને રાત્રે સૂતા હતા ત્યારે ઝેરી સાપ કરડ્યો હતો. તેઓએ તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ના પાયલોટ રવિભાઈ દેવમુરારી અને ઇએમટી હિતેશભાઈ ઝાપડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પેશન્ટને 108માં ERCP ડૉ. મહેશભાઈએ જણાવ્યા મુજબ કુત્રિમ શ્વાસ […]

વાંકાનેર: રંગપર નજીક કારખાનામાં વીજશોક લાગતા યુવકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામા પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા ઉ.28 નામના યુવાનને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા […]

વાંકાનેરના રંગપર ગામે સર્પદંશથી ખેતશ્રમિક યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર: રંગપર ગામના બોર્ડ પાસે ડમ્પર-આઇસર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત.

વાંકાનેર: બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા એક ડમ્પર ચાલકે સામેથી પોતાની લેનમાં આવતા આઇસર સાથે ધડાકાભેર પોતાનું વાહન ભટકાડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક […]

મોરબી: રંગપર પાસેથી દેશી દારૂ ભરેલી બોલેરો સાથે બે પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર ગામની સીમમાં બ્લેકબેરી સીરામીકની સામેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી બોલેરો ગાડી રોકીને તલાસી લેતા ગાડીમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. મળેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ બ્લેકબેરી સીરામીક ફેક્ટરી નજીકથી […]

વાંકાનેર: રંગપર ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર: રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના કાચા રસ્તા પાસે તળાવના પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના કાચા રસ્તામાં તળાવના પટમાં જાહેરમાં જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ […]

રંગપરમાં ભરતભાઇ રાણાભાઈ મકવાણાની 50 મતે જીત

વાંકાનેર તાલુકાની રંગપર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર ભરતભાઇ રાણાભાઈ મકવાણા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર માત્રાભાઈ હામાભાઈ હણ સામે 50 મતે ચૂંટણી જીતી ગયા છે. ઉમેદવારોને મળેલા મતો(૧) ભરતભાઇ રાણાભાઈ મકવાણા -286(૨) માત્રાભાઈ હામાભાઈ હણ – 236 જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને […]

વાંકાનેર તાલુકાના રંગપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર તાલુકાના રંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂ.27,500ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રંગપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દીલીપભાઇ મોટભાઇ ખાચર (રહે. રંગપર), ભરતભાઇ ખીમજીભાઇ વાઢેર (રહે. મોટી મોલડી, તા. ચોટીલા, જી-સુરેન્દ્રનગર), રવુભાઇ ઉર્ફે મુન્નાભાઇ જીલુભાઇ કાલીયા (રહે.રંગપર) અને […]