અમદાવાદ: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરથી એકનું મોત

અમદાવાદ શહેરમાં મેમનગરમાં ‘હીટ એન્ડ રન’માં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ટ્યુશનમાં ગયેલાં પુત્રને લેવા જતાં યુવકને ટક્કર મારીને ઈનોવા કાર પલાયન થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલરના ચાલક, સોલા રોડ ઉપર રહેતા પ્રફુલ્લભાઈ પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક એ ડીવિઝન પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોનાં […]