વાંકાનેરમાં 25 સપ્ટેમ્બરે મહારક્તદાન કેમ્પનું આયોજન

વાંકાનેર: વાંકાનેરમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુથી યુવા સારથી સંગઠન દ્વારા આગામી 25 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન યુવા સારથી સંગઠનના પ્રમુખશ્રી જયેન્દ્રસિંહ મઘુભા ઝાલાના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે. કેમ્પનું આયોજન વિશ્વકર્મા મંદિર, જીનપરા, વાંકાનેર ખાતે સાંજે 4:00થી રાત્રે 10:00 વાગ્યા સુધી કરવામાં આવશે. […]