વાંકાનેર: ખડીપરામાં નદીના પટમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા, ૨ ફરાર..

નવાપરા ખડીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પાછળ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ₹૭૩,૨૦૦ની રોકડ જપ્ત વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવાપરા ખડીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠાની પાછળ, નદીના પટમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાબડતોબ દરોડો પાડતા જુગારીઓમાં ભારે નાસભાગ મચી […]

વાંકાનેર: વાંકીયા ગામે 5 જુગારી પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી હનીફભાઈ હુશેનભાઈ બાવરા, ગુલામમુસ્તુફાભાઈ ઈસ્માઈલભાઈ માથકીયા, ઈનાયતભાઈ અબ્દુલભાઈ શેરસીયા, ઈસ્માઈલભાઈ રહીમભાઈ શેરસીયા અને યુનુશભાઈ મામદભાઈ શેરસીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,670 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

રાજકોટ: મહિલા સંચાલિત જુગાર કલબમાં દરોડોમાંથી છ જુગારી મહિલા ઝડપાઇ!!

રાજકોટ : રૈયાધારમાં પાણીના ટાંકા પાસે આવેલ મિલીનીયમ હાઇટ્સમાં ચાલતી મહિલા સંચાલિત જુગાર કલબમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને દબોચી રોકડ રૂ।.1.81 લાખ અને પાંચ મોબાઈલ મળી રૂ.3.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી. ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે રૈયાધાર પાણીના ટાંકા પાસે શાંતિનગર.2માં […]