Placeholder canvas

સ્વરાજ ડેરીનું પ્રથમ આઉટલેટ વાંકાનેરમાં: કાલે ઉદ્ઘાટન


વાંકાનેેર: ગુજરાતની ખાનગી ડેરીમાં ખૂબ જ મોખરાનું નામ ધરાવતી વાંકાનેરની સ્વરાજ ડેરી( સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ) પોતાનો અત્યાધુનિક પ્લાન્ટ વાંકાનેર ના પીપળીયારાજ મુકામે ધરાવે છે અને સ્વરાજ ડેરી હાલ સમગ્ર સૌરાષ્ટ્ર,કચ્છમાં પોતાનું માર્કેટિંગ નેટવર્ક ધરાવે છે.

કંપની પોતાના વિકાસ અને ગ્રાહકોને વધુ સુવિધા અને સંતોષ મળે એ હેતુથી નવા,નવા આયામો સ્થાપી રહી છે જેના ભાગરૂપે વાંકાનેરના પ્રતાપપરા રોડ ઉપર હઝરત દિનદારશા પીરની દરગાહ સામે સ્વરાજ ન્યુટ્રા ના નામથી પોતાનો પ્રથમ કંપની આઉટલેટ આવતી કાલે એટલે કે તારીખ 11 જૂન 2021 ને શુક્રવારના રોજ સાંજના 4 વાગ્યે લોકો સમક્ષ ખુલ્લો મુકવા જઈ રહી છે.

આ સ્વરાજ ન્યુટ્રા નું ઉદઘાટન વાંકાનેરના રાજકીય અને સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસિયાના હસ્તે કરવામાં આવશે. ઉદઘાટનનો આ કર્યક્રમ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી,સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડ લાઇનને અમલમાં મૂકીને ઔપચારિક રીતે કરવામાં આવશે..

સ્વરાજ ન્યુટ્રા સમગ્ર વાંકાનેરની જનતા માટે ગૌરવની બાબત બનશે કારણકે સ્વરાજ ડેરી વાંકાનેર ઉપરાંત સમગ્ર ગુજરાતનું ગૌરવ છે અને આ નવી પહેલ પણ વાંકાનેરથી થઈ રહી છે..ખુશીના આ પ્રશંગે સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાન શેરસિયા જણાવે છે કે કંપનીના આ આઉટલેટ ઉપરથી સ્વરાજ ડેરીની તમામ પ્રોડક્ટ ગ્રાહકોને ઉપ્લબ્ધ થશે અને અમોને વધુ સારી સર્વિસ આપવાની તક મળશે.અમોને વિશ્વાસ છે કે વાંકાનેરની સ્વાદ પ્રેમી જનતાનો મીઠો આવકાર મળશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
આ સમાચારને શેર કરો