Placeholder canvas

સ્વરાજ ડેરીએ ત્રણ નવી પ્રોડક્ટ માર્કેટમાં મુકી: યુસુફભાઈ શેરસીયાના હસ્તે લોન્ચિંગ

ગુજરાતમાં પ્રાઇવેટ ડેરીમાં સૌથી મોટી એવી ‘સ્વરાજ ડેરી’ એ લસ્છી, પનીર અને ટી સ્પેશ્યલ દૂધ માર્કેટમાં મુક્યુ…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે હણખણીમાં આવેલ અને ગુજરાતમાં પ્રાઇવેટ ડેરીમાં સૌથી મોટી એવી ‘સ્વરાજ ડેરી’ એ લસ્છી, પનીર અને ટી સ્પેશિયલ દૂધ માર્કેટમાં મુક્યુ. તેમનું લોન્ચિંગ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને સામાજિક અગ્રણી યુસુફભાઈ શેરસીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ત્રણે પ્રોડક્ટ તારીખ ૨૮મી ફેબ્રુઆરીને સોમવારથી બજારમાં મળતી થઈ જશે.

સ્વરાજ ડેરી એ ટૂંકા ગાળા અને કોરોના જેવી મહામારીમાં પણ ખૂબ સારી પ્રગતિ કરી છે. આજે તેવો પાસે ૫૦ થી વધુ પ્રોડક્ટ છે અને તેમનું માર્કેટ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાયેલું છે, તેમની પાસે અત્યારે 225+ ડીલરો છે. તેમજ ઘણા બધા પરિવારને રોજગાર પૂરો પાડે છે.

આ સમયે સ્વરાજ ડેરી ના ચેરમેન ઇરફાનભાઇ શેરસીયાએ જણાવ્યું હતું કે સ્વરાજ ડેરી ક્વોલિટીમાં કયારે બાંધછોડ નહીં કરે અને ખૂબ નાના પાયેથી શરૂ કરેલા વ્યવસાય આજે અમારા 225 પ્લસ ડીલરો અને ડિસ્ટ્રીબ્યુટરોની તાકાતથી સ્વરાજ ડેરી એક વટવૃક્ષ બની રહી છે. એ માટે સહકાર આપનાર તમામ ડીલરો ડિસ્ટ્રીબ્યુટર અને સિ.એન.એફ ભાઈઓનો તેઓએ આભાર માન્યો હતો તેમજ હજુ પણ ખૂબ ટૂંકાગાળામાં વધુ પ્રોડક્ટ લોકો સમક્ષ મૂકવામાં આવશે તેમ જણાવીને તમામ તમામ ડીલર ડિસ્ટ્રીબ્યુટર સિ.એન.એફ ભાઈઓ, કર્મચારી અને હંમેશા મદદરૂપ થનાર આજુબાજુ ગામના સરપંચો અને ખાસ કરીને યુસુફભાઈ શેરસિયાનો આભાર માન્યો હતો.

જ્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલ જિલ્લા પંચાયતના સદસ્ય ઇસ્માઇલભાઇ બાદી, મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝહીરઅબ્બાસ શેરસિયા, સામાજિક કાર્યકર ઉસમાનગની શેરસીયા, અકશા ફટીલાઈઝરના એમ.ડી. ઈસ્માઈલભાઈ માથકીયા, મોર્ડન સ્કૂલના એમ.ડી.. ઇદરીસભાઈ બાદી, કપ્તાન ન્યુઝના તંત્રીએ અયુબ માથકીઆ એ સ્વરાજની લસ્છીની ક્વોલિટી બાબતે જણાવ્યું હતું કે આ સ્વરાજની લસ્છીએ નામાંકિત બ્રાન્ડ કરતાં પણ સારી ગુણવત્તાવાળી અને સ્વાદિષ્ટ છે. આ ક્વોલિટી સાથે સ્વરાજની લસ્છી બજારમાં ધૂમ મચાવશે. આ ગુણવત્તા કાયમ માટે જળવાઈ રહે તેમની તકેદારી રાખવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું.

યુસુફભાઈ શેરસીયા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સવરાજ ડેરી અત્યારે પર ડે ૪૦ હજાર લીટરથી વધુ દૂધ અને દૂધની પ્રોડકટનું પ્રોડકશન કરે છે એ જો એક લાખ લીટર સુધી પહોંચે ત્યારે તમામ ડીલરો અને મેનેજમેન્ટ સ્ટાફના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમનું ગુજરાતના નામાંકિત વ્યક્તિઓની હાજરીમાં આયોજન કરીશું… તે માટે તમામ ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર અને સી.એન.એફ ભાઈઓ પાસે વચન લીધું હતું અને તમામ ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર સી.એન.એફ.ભાઈઓ આપેલું ટાર્ગેટ વધાવી લીધું હતું અને બહુ જ ઝડપથી સ્વરાજ ડેરી એક લાખ લીટરથી વધુ દૂધ અને તેમની પ્રોડક્ટની નિર્માતા થઈ જશે . આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છના સ્વરાજના 225થી વધુ ડીલરો ડિસ્ટ્રીબ્યુટર અને સી.એન.એફ. ભાઈઓ તેમજ પીપળીયારાજ ગામના ઉપસરપંચ રસુલભાઇ ભોરણીયા, વાલાસણ ગામ ના સરપંચ બસીરભાઈ કડીવાર, તીથવાના સરપંચ ઇસમાઇલભાઈ રઝવી, તીથવા ના પૂર્વ સરપંચ ઇબ્રાહિમભાઈ પટેલ, સીંધાવદર ના પૂર્વ સરપંચ ઈસ્માઈલભાઈ આઈએમપી, સહયોગ બેંકના એમડી હુશેનભાઈ શેરસીયા અને અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો