વાંકાનેર નગરપાલિકા માર્ચમાં ‘સ્વદેશી મેળા’નું આયોજન કરશે.
નગરપાલિકાના ‘શહેરી વિકાસ વર્ષ’ અભિયાન હેઠળ વાંકાનેરના આંગણે કલા, સંસ્કૃતિ અને વેપારનો ત્રિવેણી સંગમ રચાશે
વાંકાનેર: ગુજરાત સરકારના ‘શહેરી વિકાસ વર્ષ’ અંતર્ગત, આગામી ૧ માર્ચથી ૧૦ માર્ચ, ૨૦૨૬ સુધી શહેરના ટાઉનહોલ (R.S.S. શાખા મેદાન) ખાતે વાંકાનેર નગરપાલિકા એક ભવ્ય ‘સ્વદેશી મેળો’ (શોપિંગ ફેસ્ટિવલ) યોજાવા જઈ રહ્યો છે. ‘વોકલ ફોર લોકલ’ને વાંકાનેરના આંગણે ચરિતાર્થ કરતા ચીફ ઓફિસર ધવલ વેકરીયાના મતે, કોઈપણ શહેરનો સાચો વિકાસ તેના સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોની આર્થિક ઉન્નતિમાં રહેલો છે. આ ઉમદા વિચારને ધ્યાને રાખીને તેમણે આ મેળાનું આયોજન કર્યું છે,. જેમાં: સ્થાનિક પ્રતિભાને મંચ: વાંકાનેરની આગવી કલાકૃતિઓ, હસ્તકલાના નમૂનાઓ અને સ્વદેશી ઉત્પાદનોને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ અને ગૃહ ઉદ્યોગ: નાના ગૃહ ઉદ્યોગો અને મહિલા મંડળો દ્વારા તૈયાર કરાયેલ વસ્તુઓને બજાર પૂરું પાડવાનો આ એક સોનેરી અવસર છે.
પરિવાર માટે મનોરંજનનું કેન્દ્ર
વેપારની સાથે સાથે વાંકાનેરના શહેરીજનો પોતાના પરિવાર સાથે આનંદ માણી શકે તે માટે મેળામાં નીચે મુજબના આકર્ષણો ઉમેરાયા છે:
સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ: વિવિધ વાનગીઓનો રસાસ્વાદ.
ચિલ્ડ્રન એડવેન્ચર ઝોન: બાળકો માટે રમત-ગમત અને એક્ટિવિટી એરિયા.
સાંસ્કૃતિક ઝોન: શહેરની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો.
રજીસ્ટ્રેશન માટે ખુલ્લું આમંત્રણ
નગરપાલિકા દ્વારા આ મેળાને પારદર્શક અને સર્વસમાવેશી બનાવવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ સ્થાનિક કારીગર કે ઉદ્યોગકાર નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી ભાગ લઈ શકે છે.

