Placeholder canvas

મોરબી: સામાકાંઠા વિસ્તારમાં બંધ ઓરડીમાં યુવક-યુવતીના શંકાસ્પદ હાલતમાં મોત

બંધ ઓરડીમાંથી યુવક અને યુવતીની લાશ મળી : તપાસનો ધમધમાટ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે એક બંધ ઓરડીમાં યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મોત થયા હોય જે બનાવને પગલે પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ નજીક એક ઓરડીમાં રહેતા સ્ત્રી અને પુરુષના મૃતદેહ મળી આવ્યા હતા અનીલ ગાંડુભાઈ રાઠોડ અને લલીતાબેન નામના સ્ત્રી પુરુષ અહી ભાડે રહેતા હોય અને આજે દરવાજો નહિ ખુલતા મકાન માલિકે સગાને બોલાવ્યા હતા અને ઓરડી ખોલતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા

જોકે બનાવ આપઘાતનો છે કે અન્ય કાઈ તે સ્પષ્ટ થયું નથી બનાવને પગલે બી ડીવીઝન ,પી.આઈ. વિરલ પટેલ , પી.એસ.આઈ. એ.એ.જાડેજા , મહિલા પીએસઆઈ વાઢીયા અને ફિરોઝભાઈ સુમરા તેમજ કિશનભાઈ સહિતની ની ટીમ દોડી ગઈ હતી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયા છે તો બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો