એકસાથે ત્રણ મિત્રોને કાળ ભેટી ગયો…સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઈવે પર ફૂલ સ્પીડમાં આવતી ટ્રકે બાઈકને ઉડાડતા ગોઝારો અકસ્માત સર્જાયો…
ગુજરાતમાં એક પછી એક એમ ત્રણ અકસ્માતની ઘટના સામે આવી છે. સાવરકુંડલામાં કારે બે બાઈકને ઉડાડતા બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બારડોલીમાં ઓવરટેક કરવા જતા બાઈક ટ્રક નીચે ઘૂસી જતા એકનું મોત થયું છે. આ બન્ને ઘટના પછી સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં 3 મિત્રોને કાળ ભેટી જતા ત્રણેયના પરિવાર પક આભ ફાટી પડ્યું છે.
મળતી વિગત મુજબ, હાઈવે પર ટ્રક ચાલકે 3 મિત્રોને અડફેટે લેતા તેમના ઘટનાસ્થળે મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે ફુલ સ્પીડમાં ટ્રક ચલાવીને બાઈકને ઉલાળી હતી.
આ ઘટનામાં ટ્રકચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે, જેમાં 3 મિત્રોના ઘટનાસ્થળે મોત થયા છે, ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે, ટ્રક અન બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, તો 3 મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી અને તેમના ઘટના સ્થળે મોત થયા હતા, એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ યુવકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા.
ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે, પોલીસે પરિવારના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે, ત્યારે આ ઘટનામાં પોલીસે અલગ-અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઈ દિશામાં ફરાર થયો તેની પણ તપાસ હાથધરી છે, 3 મિત્રોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

