skip to content

સુરેન્દ્રનગર: જાહેરમાં ફિલ્મીઢબે હુમલો કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં 80 ફૂટ રોડ પર જાહેરમાં ભૂંડ પકડવા મામલે બે ગેંગ દ્વારા મારમારી કરવામાં આવી હતી.જાહેરમાં તીક્ષણ હથિયારથી સામસામે હુમલો કરવામાં આવ્યો હતો અને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.ત્યારે આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની અટકાયત કરવામાં આવી છે.અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઝઘડો ભૂંડ પકડવા મામલે થયો હતો.ત્યારે 3 ઈસમો ને ઇજાઓ પણ પહોંચી હતી. આ મામલે હુમલા ખોરોની અટકાયત લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.અને આજે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. જાહેરમાં 80 ફૂટ રોડ પર ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરે તેવા પ્રયાસ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવા માં આવ્યા છે.આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા

80 ફુટ રોડ ઉપર ખુલ્લામાં હથિયારો લઈ અને એકા બીજા ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસના મામલે પાંચ ઇસમોને દબોચી લેવામાં આવ્યા છે. આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો