વાંકાનેર: સ્મશાન નજીક રહેતા ૧૭ વર્ષના સગીરે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
વાંકાનેર: વાંકાનેર શહેરના ભાટીયા સોસાયટી વિસ્તારમાં આવેલા જલારામ નગર-૧ માં રહેતા માત્ર ૧૭ વર્ષના એક સગીર યુવકે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાટીયા સોસાયટી નજીક આવેલા જલારામ નગર-૧ ખાતે રહેતા દિલશાન ઉમરદીનભાઈ મિરાશી નામના ૧૭ વર્ષીય સગીરે ગઇકાલે પોતાના ઘરે રૂમમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. યુવાન વયના સગીરના આ આત્મઘાતી પગલા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
ઘટનાની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવને અકસ્માત મૃત્યુ તરીકે નોંધીને, સગીરના આ અંતિમ પગલા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

