વાંકાનેર: સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના ઢુંવા-માટેલ રોડ પર આવેલ રોલસ્ટાર સિરામિક ફેક્ટરીમાં ગમગીની છવાઈ ગઈ છે. ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં રહેતા અને કામ કરતા એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક યુવકની ઓળખ મુલામસિંહ ઉત્તમસિંહ લોધી (ઉં.વ. 27, મૂળ રહે. મધ્યપ્રદેશ) તરીકે થઈ છે. યુવકે ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને હાલમાં અકસ્માતે મૃત્યુ (AD) અંગેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે

