વાંકાનેર: રાજસ્થળીની સીમમાં યુવાનનું ગળેફાંસો ખાઈને મોત, પોલીસ તપાસ શરૂ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, યુવકના આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રી હરિ એન્ટરપ્રાઈઝ સેન્ડ સ્ટોનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા અખિલેશ ચન્દ્રબલી યાદવ (ઉંમર વર્ષ ૨૨) નામના યુવાને ગઈકાલે સેન્ડ પ્લાન્ટની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો.

