ચોટીલામાં સાવરકુંડલાના તબીબે ગેસ્ટહાઉસમાં આપઘાત કર્યો
ચોટીલામાં સાવરકુંડલાના તબીબે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ છે. ચોટીલામાં ખાનગી ગેસ્ટ હાઉસમાં રહીને જોસ ઉનાવાલાના નામના તબીબે આપઘાત કર્યો હતો. મૃતક તબીબ જેસર હાઇવે પર સંજીવની ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા.
તેમના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં બે લોકોના નામ સાથે તેમના મોબાઈલ નંબર લખ્યા છે અને સાથે લખ્યું છે – ’હું સ્યુસાઇડ કરું છું, રાજુભાઈ અને મુકેશભાઈને કોલ કરજો’ પોલીસે તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

