સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટર્સમાં ઝેરી દવા પીને શ્રમિકનો આપઘાત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલી સનહાર્ટ સિરામિક ફેક્ટરીમાં મજૂરીકામ કરતાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વગડીયા ગામના વતની ગીગાભાઈ ભુપતભાઇ સીતાપરા (ઉંમર આશરે ૩૫) નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ ગીગાભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માત મૃત્યુ (AD) નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રમિકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો