વાંકાનેર

વાંકાનેર: ગારીડા નજીક ઇકો કારમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત.

ગારીડા ગામની સીમમાં ઇકો કારમાં ઝેરી દવા પી લેતા ૨૪ વર્ષીય યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં મોત થયું હતું

ચોટીલાના પોપટપરાના રહેવાસી વિજય રાજુભાઈ સરવૈયા (ઉ.વ.૨૪) નામના યુવાન ગત તા. ૨૪ ના રોજ ગારીડા ગામની સીમમાં ઇકો જીજે ૧૩ સીએ ૪૯૧૩ માં પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે કુવાડવા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

આ સમાચારને શેર કરો