વાંકાનેર

વાંકાનેર:એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ ડિલિવરી કરાવી..

વાંકાનેર ગઈકાલે સાંજના આશરે 7:45 વાગ્યાની આસપાસ 108 ને એક કોલ મળ્યો અને તેઓ રાતાવિરડા પાસે આવેલી કેપિટલ કંપનીમાં એક મહિલાને ડીલેવરી માટે લેવા ગયા પરંતુ તેમને 108 માં લીધા અને તેઓ હોસ્પિટલે પહોંચી શકે એમ ન હોય જેથી 108 ના મેડિકલ સ્ટાપે તેમને 108 માં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી

ગીતાબેન બ્રિજેશભાઈ નામના મહિલા મૂળ એમપી ના વતની છે અને હાલ કેપિટાઇલ કંપની રાતાવિડામાં કામ કરતા હતા તેમને ડિલિવરીનો દુખાવો થતા 108 માં ફોન કર્યો હતો અને 108 તાત્કાલિક ત્યાં પહોંચી હતી 108માં તેમને લઈને આવતા હતા ત્યારે પેશન્ટ હોસ્પિટલને પહોંચી શકે તેમ ન હોય જેથી રાતાવિરડા પાસે આવેલી સેન્સર ચોકડી પાસે 108 ઉભી રાખીને ગીતાબેનને નોર્મલ ડિલિવરી કરાવી હતી.

આ 108ના સ્ટાફમાં ઇએમટી હિતેશ ઝાપડા, પાઇલોટ રવિભાઈ દેવમુરારી, ઇઆરસીપી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જરૂરી ટ્રીટમેન્ટ આપીને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા અને બાળક બન્ને સ્વચ્થ છે.

આ સમાચારને શેર કરો