વેણાસર અને ખેવારીયા-બરવાળા રૂટ પર બસોના ધાંધિયા, ડેપો તંત્રના વાયદાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓએ એન્ટ્રી-એક્ઝિટ ગેટ બ્લોક કર્યા; અધિકારીઓની બાંહેધરી બાદ મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે શહેરમાં આવતા વિદ્યાર્થીઓને એસટી બસોની અનિયમિત સેવાના કારણે લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેણાસર અને ખેવારીયા-બરવાળા રૂટ પર બસો સમયસર ન આવતી હોવાના આક્ષેપ સાથે આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ મોરબી નવા બસ સ્ટેન્ડના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા આશરે પોણા કલાક સુધી બસ સ્ટેન્ડના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગને રોકી દેવામાં આવતા એસટી તંત્રમાં દોડધામ મચી હતી. વિદ્યાર્થીઓએ બસોની અછત અને અનિયમિત સમયપત્રક સહિતની સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ઘોટીલા અને વેણાસર જેવા રૂટ પર વિદ્યાર્થીઓની સંખ્યા અને મુસાફરોની જરૂરિયાતને જોતા બે બસની જરૂરિયાત છે, પરંતુ હાલમાં માત્ર એક જ બસ દોડાવવામાં આવતી હોવાના કારણે ભારે ભીડ સર્જાય છે. પરિણામે વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતા જોખમી રીતે દરવાજે લટકીને મુસાફરી કરવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અગાઉ આ રૂટ પર દિવસ દરમિયાન ચારથી પાંચ ફેરા થતા હતા, પરંતુ હાલ ખાસ કરીને બપોરના સમયે બસ સેવા અનિયમિત બની હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અગાઉ જડેશ્વર રૂટ તેમજ હાલમાં વિવિધ મેળાઓ માટે બસો ફાળવવામાં આવતા ગ્રામ્ય રૂટની નિયમિત સેવાને અસર થઈ છે.
ખેવારીયા ગામની અંદર બસ લઈ જવા બાબતે પણ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કેટલાક કંડક્ટર અને ડ્રાઈવર બસને ગામની અંદર લઈ જવાનો ઇનકાર કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વધુ મુશ્કેલી પડે છે. ડેપો તંત્ર અથવા મેનેજરનો સંપર્ક કરવા છતાં સંતોષકારક જવાબ મળતો ન હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ, ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં લોકપ્રિય મેળાના સંચાલન તેમજ સાતમ-આઠમ અને રક્ષાબંધન જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૦થી ૧૨ જેટલી વધારાની બસો તથા ડ્રાઈવર-કંડક્ટર સ્ટાફ ફાળવવો પડ્યો છે. જેના કારણે કામચલાઉ ધોરણે વિવિધ રૂટની બસો મિક્સ કરીને વ્યવસ્થા કરવી પડી રહી હોવાનું ડેપો તંત્ર તરફ
