Placeholder canvas

પાણીના ટેન્કરે સાયકલ પર જતી વિદ્યાર્થીનીને કચડી નાંખી..

ભાવનગરમાં સુભાષનગર નજીક સાઇકલ સવાર અકવાડાની કોલેજીયન યુવતીને ટેન્કર અડફેટ લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

આ બનાવની મળેલી માહિતી મુજબ ભાવનગરના અકવાડા ગામમાં આવેલ સ્વપ્નસૃષ્ટિમાં રહેતા અને મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીની રાધિકાબેન રમેશભાઈ મકવાણા (ઉ.વ.19 આજે સવારે 9 વાગ્યા આસપાસ તેમની સાઇકલ લઈને કોલેજ જઈ રહી હતી ત્યારે સુભાષનગર પાસે, રિંગ રોડ પર આવેલ બાપાની મઢુલી નજીક પાણીના ટેન્કર નં. જી.જે. 38 ટી 7866 એ અડફેટે લેતા સાઇકલ સવાર રાધિકાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા બી. ડિવિઝન પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો રાધિકાબેનના મૃતદેહને હોસ્પિટલ ખસેડી, આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો