વાંકાનેર: પલાંસ પ્રાથમિક શાળામાં દાતા દ્વારા સ્ટીલની ડીશ અર્પણ…
વાંકાનેર: પલાંસ પ્રાથમિક શાળામાં ધરોડિયા શામજીભાઈ નાનજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે, ધરોડિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી શ્રી પલાંસ પ્રાથમિક શાળામાં ભેટ આપવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓના લાભાર્થે કુલ ૨૫૧ સ્ટીલની ડીશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ, અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંજયભાઈ શંકરભાઈ ધરોડિયાનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આચાર્ય દીપકભાઈ જાદવે સંજયભાઈ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી. જ્યારે ધરોડિયા સંજયભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું કે તેમના દાદાજીની સ્મૃતિમાં આ નાનકડું યોગદાન આપવાનો તેમને આનંદ છે અને તેઓ ભવિષ્યમાં પણ શાળાને સહયોગ આપવા તત્પર રહેશે.

