Placeholder canvas

વાંકાનેર: સ્ટેચ્યુ પાસે જુની જીઇબી ઓફિસવાળું મકાન પાડતા બે મજૂરો દટાયા‌, એકનું મોત…

વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ પાસેની જૂની પીજીવીસીએલ કચેરીવાળું મકાન પાડવાની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાણી હતી, જેમાં બિલ્ડીંગ પાડતાં સમયે બે મજૂરો કાળમાટ નીચે દટાઈ જતાં એકનું મોત થયું હતું, જ્યારે એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે પ્રથમ વાંકાનેર વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

આ બનાવની મળેલ માહિત મુજબ વાંકાનેર શહેરના દીવાનપરામાં ભાડે પીજીવીસીએલ કચેરી કાર્યરત હતી,તે મકાન ખાલી પડ્યું હતું, જે મકાન પાડવાની કામગીરી ચાલી રહી હોય એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો, જેમાં બે મજૂરો બિલ્ડીંગના કાળમાટ હેઠળ દટાઇ જતાં અરજણભાઈ રાજેશભાઈ બાલસીંગ (ઉ.વ. 18, રહે. મામલતદાર ઓફીસ પાછળ, વાંકાનેર) નામના મજુરનું મોત થયું હતું. અન્ય એક મોહનસિંહ ડામોર નામના મજુરને પણ ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક વાંકાનેર હોસ્પિટલે ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

આ સમાચારને શેર કરો