વાંકાનેર: દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ

પતંગના દોરાથી ઘાયલ અબોલ પશુ-પક્ષીની સારવાર માટે બર્ડ હેલ્પ લાઈન ગ્રુપ અને વન વિભાગ દ્વારા વાંકાનેર માર્કેટ ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ

વાંકાનેર : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે.

આ સંદર્ભે “કરૂણા અભિયાન-૨૦૨૧” અંતર્ગત વાંકાનેરમાં નાગરિક બેંક પાસે, માર્કેટ ચોક ખાતે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ વાંકાનેર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

  • સી.વી.સાણજા ૭૫૭૪૯૫૦૪૦૦
  • ટી.એન.દઢાણીયા ૯૮૨૫૦૫૬૩૭૩
  • અમીત શાહ ૯૭૩૭૫૯૯૯૯૦
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •