ગુજરાતશૈક્ષણિક

આવતીકાલે ગુજરાત બોર્ડનું ધો.10નું સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરાશે…

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને આ વોટ્સએપ નંબર પરથી રિઝલ્ટ જાણી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પોતાના X હેન્ડલ પર સત્તાવાર જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને જાહેર કરેલા વોટ્સએપ નંબર પરથી પોતાનું પરિણામ જાણી શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ આ વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે

આવતીકાલે જાહેર થનારું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે

ગત વર્ષ કરતા પરિણામ જાહેર થશે

નોંધનીય છે કે, 2024માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. આ વર્ષે તેના કરતા ત્રણ દિવસ વહેલું પરિણામ જાહેર થશે.

આ સમાચારને શેર કરો