પરિણામ: ધોરણ-10નું 60.64 ટકા રિઝલ્ટ, બનાસકાઠા 94.78 ટકા પરિણામ રાજ્યમાં પ્રથમ

જેની લાખો વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજીસ્ટર્ડ હતાં. જેમાં સૌથી વધુ અમદાવાદમાંથી 1 લાખ જેટલા જ્યારે બીજા નંબરે સુરતમાંથી 79 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતાં. ધોરણ 10નું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતાં 6 ટકા જેટલુ ઓછુ પરિણામ આવ્યું છે. જણાવી દઇએ કે 2019માં ધોરણ-10નું પરિણામ 66.97 ટકા જાહેર થયુ હતું.

સૌથી વધુ 94.78 ટકા સાથે બનાસકાંઠા કેન્દ્રએ બાજી મારી છે. બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યુ છે. સાથે જ 47.47 ટકા સાથે દાહોદ કેન્દ્રનું પરિણામ સૌથી ઓછુ આવ્યું છે. માર્કશીટ વિતરણની તારીખો હવે પછી જાહેર કરાશે. એટલે કે વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન જ પરિણામ જોઇ શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો