વાંકાનેર

69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ હેન્ડબોલની SMPની ટિમ થઈ ચેમ્પિયન…

રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ ની સ્પર્ધા તક્ષશિલા વિધાલય હળવદ મુકામે 30/07/2025 ના રોજ યોજાયેલ.

જેમાં જિલ્લાભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં ગર્લ્સ કેટેગરી માં અંડર 17 વિભાગમાં વાંકાનેર તાલુકા ની એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર ની બહેનોની ટીમ એ ફાઈનલ માં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી જિલ્લા ચેમ્પિયન થયા હતા. ચેમ્પિયન ખેલાડીઓને તથા કોચ જુનેદસરને સંસ્થાના પ્રમુખ જનાબ એસ.કે.પીરઝાદાએ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે તેમજ શાળાના પ્રિન્સિપાલ એ.એ.બાદી તથા મોરબી જિલ્લા પ્રશિક્ષણ ના હેડ કોચ રવીએ શુભેચ્છાઓ આપી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. હવે આવતા દિવસોમાં એસ.એમ.પી. હાઈસ્કૂલની ટીમ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ સમાચારને શેર કરો