વાંકાનેરશૈક્ષણિક

બદલાતા યુગમાં આધુનિક પેરેન્ટિંગ માટે વાંકાનેરમાં ખાસ સેમિનાર

આજના ઝડપથી બદલાતા યુગમાં બાળકોના ઉછેર અને માર્ગદર્શનની પદ્ધતિમાં પણ સમયાનુરૂપ પરિવર્તન લાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. માત્ર શૈક્ષણિક સફળતા પૂરતી નથી, પરંતુ બાળકોમાં સારા સંસ્કાર, લીડરશિપ, આત્મવિશ્વાસ, ઉચ્ચ વિચારો અને ઉત્તમ અખ્લાકનું નિર્માણ પણ એટલું જ જરૂરી બન્યું છે. આ જ હેતુને ધ્યાનમાં રાખીને કિસ્વા લાઇબ્રેરી – વાંકાનેર દ્વારા “નવા યુગનું નવું પેરેન્ટિંગ” વિષય પર એક ખાસ આધુનિક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ પેરેન્ટિંગ સેમિનારમાં Parenting Expert ડૉ. અખ્લાક ઉસ્માની સાહેબ અને ડૉ. ખાલિદ ઐયુબ સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. બંને વક્તાઓ આધુનિક શિક્ષણ, ચાઈલ્ડ કાઉન્સેલિંગ, ચાઈલ્ડ સાઇકોલોજી તેમજ બાળકોના વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર માર્ગદર્શન આપશે.

બાળકોના માનસિક વિકાસથી લઈને ડિજિટલ યુગ સુધીના મુદ્દાઓ પર માર્ગદર્શન
સેમિનારમાં ખાસ કરીને બાળકોના માનસિક અને ભાવનાત્મક લગાવનું સંતુલન કેવી રીતે જાળવવું, બાળકની અંદર રહેલી શક્તિઓ અને ટેલેન્ટને કેવી રીતે વિકસાવવું, ચાઈલ્ડ સાઇકોલોજીને કેવી રીતે સમજવી, બાળકોમાં ટેકનોલોજી અને મોબાઈલનો સંતુલિત ઉપયોગ કેવી રીતે શીખવવો તેમજ આજના સમયમાં બાળકો સાથે મજબૂત અને વિશ્વાસભર્યો સંબંધ કેવી રીતે ઉભો કરવો — જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત એક માતા બાળકના વ્યક્તિત્વ નિર્માણમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને આવનારા સમયમાં બાળકોને માત્ર શિક્ષણ નહીં પરંતુ સેલ્ફ ડેવલપમેન્ટ અને લીડરશિપ તરફ કેવી રીતે દોરી શકાય તે મુદ્દાઓ ઉપર પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

પ્રશ્નોત્તરી અને ખાસ પુસ્તકની ભેટ
સેમિનારના અંતમાં ઉપસ્થિત માતા-પિતા પોતાના પ્રશ્નો સીધા એક્સપર્ટને પૂછી શકશે અને તેના યોગ્ય જવાબ પણ મેળવી શકશે. સાથે જ પેરેન્ટિંગને લગતા અનેક પ્રશ્નોના ઉકેલરૂપ કિસ્વા લાઇબ્રેરી દ્વારા તૈયાર કરાયેલ “ધ ફિલોસોફી ઓફ પેરેન્ટિંગ” પુસ્તક પણ આપવામાં આવશે.

આ સેમિનાર તા. 16 મે 2026, શનિવારના રોજ ઈશાની નમાજ બાદ તરત જ વાંકાનેરના કબીર પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. નોંધનીય છે કે સેમિનાર માટે રજીસ્ટ્રેશન ફી રૂ. 300 રાખવામાં આવી છે. આયોજકો દ્વારા મર્યાદિત બેઠકોને કારણે “વહેલા તે પહેલાના ધોરણે” પ્રવેશ આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

રજીસ્ટ્રેશન સંબંધિત માહિતી માટે 6352559949 તથા સેમિનાર અંગે વધુ માહિતી માટે 9099199650 અને 9737273550 નંબર પર સંપર્ક કરી શકાય છે.

આ સમાચારને શેર કરો