૧૮-૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખતના મતદારો સહિત બાકી રહેલા પાત્ર નાગરિકો માટે ખાસ અભિયાન; ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ચાર દિવસ BLO મતદાન મથકે હાજર રહેશે
મોરબી જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત સરકારના દિશાનિર્દેશો અનુસાર સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો તથા ૧૮-૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખતના મતદારોની નામ નોંધણી માટે વિશેષ ઝુંબેશ (Special Drive) શરૂ કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી આ વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ મતદારયાદીમાં નોંધણીથી બાકી રહેલા પાત્ર નાગરિકોને મતદાર તરીકે નોંધણી કરવાની તક આપવાનો છે.
ચાર દિવસ મતદાન મથકે BLO હાજર રહેશે
વિશેષ ઝુંબેશ અંતર્ગત તા. ૧૧/૧૦/૨૦૨૬, તા. ૧૮/૧૦/૨૦૨૬, તા. ૨૫/૧૦/૨૦૨૬ અને તા. ૦૧/૧૧/૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLO) પોતાના નિયત મતદાન મથકે હાજર રહેશે.
આ દિવસોમાં સવારે ૧૦:૦૦થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી BLO દ્વારા હક્ક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે.
મતદારયાદીમાં નોંધણીથી બાકી રહેલા અને મતદાર તરીકે નોંધણી માટે પાત્ર નાગરિકો પોતાના જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે BLOનો સંપર્ક કરી “મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦” મુજબ નિયત ફોર્મ ભરી શકશે.
યુવા મતદારો માટે ખાસ તક
ખાસ કરીને ૧૮-૧૯ વર્ષના યુવા અને પ્રથમ વખત મતદાન કરવા પાત્ર બનેલા નાગરિકો આ ઝુંબેશનો લાભ લઈ પોતાની મતદાર તરીકેની નોંધણી કરાવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લોકશાહીની પાયાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લાના તમામ પાત્ર નાગરિકો, ખાસ કરીને પ્રથમ વખતના યુવા મતદારો, આ વિશેષ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ મતદારયાદીમાં પોતાની નોંધણી અચૂક કરાવે, તેવી અપીલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢા દ્વારા કરવામાં આવી છે.
📲 કપ્તાન સાથે જોડાયેલા રહો
વાંકાનેર અને મોરબી સહિત સૌરાષ્ટ્રના સ્થાનિક સમાચાર, તાજા અપડેટ અને મહત્વની માહિતી માટે કપ્તાન ન્યૂઝના WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
👉 WhatsApp ગ્રુપ:
https://chat.whatsapp.com/6abGhd7Z16iCMPjNWACcKg?s=cl&p=a&mlu=0
કપ્તાન ન્યૂઝને Facebook, Instagram અને YouTube પર પણ Follow/Subscribe કરો અને સ્થાનિક સમાચાર સાથે જોડાયેલા રહો.
#મોરબી #મતદારનોંધણી #મતદારયાદી #યુવામતદાર #ચૂંટણી #BLO #SpecialDrive #MorbiNews #KaptaanNews
