પોલીસ સ્ટેશનમાં ‘પ્રેમ’ કરનારા PI અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા SP સફીન હસન
ફરજ પર ‘લવ’ ભારે પડ્યો: મહિસાગરના PI અને મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મહીસાગર: ગુજરાતના પોલીસ બેડામાં શિસ્તભંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને એક મહિલા કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનના પરિસરમાં અનૈતિક પ્રેમ સંબંધ રાખવા બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઝીણવટભરી તપાસ બાદ જિલ્લા પોલીસવડા (SP) એસ.પી. સફીન હસન દ્વારા આ મામલે તત્કાલ અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. SPએ તાત્કાલિક અસરથી આ બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજ દરમિયાન અને પોલીસ સ્ટેશનમાં ગરિમાનું ઉલ્લંઘન કરતું કોઈપણ વર્તન બિલકુલ સાંખી લેવાશે નહીં.
આ ઘટનાને ગુજરાતના પોલીસ ઇતિહાસમાં પ્રથમ કિસ્સો માનવામાં આવે છે, જેમાં ફરજ પરના કર્મચારીઓના પ્રેમ સંબંધને કારણે સસ્પેન્શન જેવા મોટા પગલાં લેવાયા છે, જેણે સમગ્ર પોલીસ બેડામાં શિસ્ત અને પ્રતિષ્ઠા જાળવવા માટે એક મજબૂત દાખલો બેસાડ્યો છે.

