Placeholder canvas

વાંકાનેર: વાણંદ સમાજ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન કરાયું.

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તકે વાંકાનેર શહેર તાલુકા વાણંદ જ્ઞાતિના પ્રમુખ શ્રી ધીરુભાઈ પરમાર તેમજ મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા દ્વારા ફૂલ હાર અને સાલ ઓઢાડી સ્વાગત કરેલ. ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરેલ તેમજ શોરક્રમ ધંધાદારી એસોસિયન વાંકાનેર તેમજ સેન યુવા સંગઠનના સભ્યો દ્વારા પણ જીતુભાઈ સોમાણીનું ફૂલહાર અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ દ્વારા વાકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તેમજ ચેતન ગીરી ગોસ્વામી નું પણ ફૂલહાર થી સ્વાગત કરેલ. તેમજ જીતુભાઈ સોમાણી દ્વારા તેમના જીત માટે જે વાંકાનેરના બે યુવાનો દ્વારા એક દિવસ વિનામૂલ્યે બાલ દાઢી કરી આપવની માનતા રાખેલ તેમનું તેમજ જેણે સવામણના તાવાની માનતા રાખેલ તે ત્રણેય યુવાનોનું જીતુભાઈ સોમાણી દ્વારા સસન્માન કરેલ આ કાર્યક્રમનું સંચાલન રવિભાઈ લખતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો