Placeholder canvas

મોરબી: સિરામીક સિટીના ફ્લેટમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડતી એસઓજી

મોરબી : મોરબી શહેરમાં સ્પાની આડમાં ચાલતા છાનગપતીયા ઉપર પોલીસે કરેલી કાર્યવાહી બાદ અહીંના સિરામીક સિટીના ફ્લેટમાં મહિલા અને પુરુષ દ્વારા બહારથી છોકરીઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમીને આધારે એસઓજી એ ડમી ગ્રાહક મોકલી કૂટણખાના સંચાલક મહિલા અને પુરુષને ગિરફતમાં લઈ રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ મામલે બિન ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલે તપાસ ચલાવી રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ એસઓજી ટીમને સિરામીક સિટીના ફ્લેટમાં બહારથી છોકરીઓ બોલાવી રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા, રહે- એપાર્ટમેન્ટ નં – ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા તથા જયશ્રીબેન ચંદુભાઇ ચાવડા, ઉવ-૩૬ રહે- એપાર્ટમેન્ટ નં-ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા વાળી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ડમી ગ્રાહક મોકલી આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો..

આ સમાચારને શેર કરો