વાંકાનેર

વાંકાનેરના રંગપર ગામે સર્પદંશથી ખેતશ્રમિક યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો