વાંકાનેર: S.M.P. હાઈસ્કૂલ સીંધાવદરના 30 વિધાર્થીઓ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19માં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વાંકાનેર:રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલ ની સ્પર્ધા વાંકાનેર DAV CALDERYS SCHOOL વાંકાનેર ખાતે 31.08.2025 ના રોજ યોજાયેલ હતી. જેમાં જિલ્લાભરમાંથી ઘણી ટીમ એ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર સિંધાવદર ની સરકારી ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી. હાઈસ્કૂલ ની બહેનો ની અંડર 19 બેઝબોલ અને સોફ્ટબોલ ટીમ એ પ્રથમ નંબર અને અંડર 14 /17 ભાઈઓ અને બહેનો ની ટીમ એ દ્વિતીય નંબર મેળવ્યો હતો.


