વાંકાનેર

વાંકાનેર: એસએમપી હાઇસ્કુલની હેન્ડબોલ ટીમ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ચેમ્પિયન થઈ…

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલની સ્પર્ધા સાર્થક વિદ્યાલય મોરબી મુકામે યોજાઈ હતી જેમાં બહેનો વિભાગમાં સમગ્ર જિલ્લામાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદરની ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી. હાઇસ્કુલ ની અંડર 17 વિભાગની ટીમ ચેમ્પિયન થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્કૂલ ગેમમાં પણ આજ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવીને મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ પ્રેઝન્ટ કર્યો હતો.ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓમાં ફિઝા શેરાસીયા,મકવાણા જીયા,બાદી તરજુન, ચાવડા અંકિતા, પરાસરા આશિયાબાનું,બાંભવા જાની,પરાસરા સેમીલા, શેરસીયા માહેનુર,બાંભવા રિધ્ધિ, બાદી મિસ્બાહ, શેરાસીયા ઇલ્સા, શેરાસીયા દિલકશ આ તમામ દીકરીઓએ પોતાના પરિવારનું, શાળાનું અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરવા બદલ શાળા મંડળના પ્રમુખ અને આચાર્યએ અભિનંદન પાઠવી આગળના મેચ માટે શુભેચ્છાઓ આપી હતી.
ચેમ્પિયન થનાર દીકરીઓ આવતા દિવસોમાં મોરબી જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

આ સમાચારને શેર કરો