વાંકાનેર

સિંધાવદર: એસએમપી હાઇસ્કુલની બહેનોએ હેન્ડબોલ રમતમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો…

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલની જુનિયર વિભાગની સ્પર્ધા સાર્થક વિદ્યાલય મોરબી મુકામે યોજાઈ હતી, સમગ્ર જિલ્લામાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલની જુનિયર વિભાગની અંડર 14 ટીમ રનર્સ અપ થઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓમાં નિકિતા વીરસોડિયા,જકિયા શેરસીયા,અંજીલા માલવીયા, કૌશર માલવીયા, લીઝાબાનું કડીવાર, ઈરમ પરાસરા,ઉલ્ફત પરાસરા, મીનખુસા કડીવાર, માહીનુર કડીવાર,સેનીલા પરાસરા આ તમામ દીકરીઓએ પોતાના પરિવારનું, શાળાનું અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરેલ છે. સિલ્વર મેડલ મેળવનાર દીકરીઓ હવે મોરબી જિલ્લાનું રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

આ સમાચારને શેર કરો