Placeholder canvas

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વધુ છ દર્દીઓનાં મોત…

ગઇકાલના મોતમાં ડેથ ઓડીટ કમિટીએ 1 મોત જાહેર કર્યુ : માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો : હોસ્પિટલમાં 2162 બેડ ઉપલબ્ધ

સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો કોરોના સંક્રમણ સાથે મૃત્યુ આંકમાં હજુ પ્રથમ હરોળમાં છે. દિવાળી બાદ સંક્રમણ યથાવત રહ્યું છે. ગઇકાલે 6 દર્દીના મોત બાદ આજે પણ વધુ 6 દર્દીઓના મોત થયા છે. આજે સવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં 6 દર્દીના મોત જાહેર થયા છે. ગઇકાલે 6 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ 1 મોત જાહેર કર્યુ છે.

આરોગ્ય વિભાગની 1321 ટીમોએ ઘરે-ઘરે સર્વે કામગીરીમાં તાવ શરદી, ઉધરસના લક્ષણ ધરાવતા વધુ 124 વ્યકિતઓને શોધી કાઢયા છે. 51 ધનવંતરી રથમાં સરેરાશ 125 ઓપીડી નોંધાઇ હતી. હેલ્થ સેનટરોની ઓપીડીમાં 79 કેસ નોંધાયા છે. 108 હેલ્પ લાઇનમાં 39 કોલ્સ નોંધાયા છે. 51 ટેસ્ટીંગ વાહનો દ્વારા 1221 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 2162 બેડ ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલ 190 માઇક્રો ક્ધટેનમેન્ટ ઝોન કાર્યરત છે. જેમાં મંદિર પાસે, નવી ચણોલ તા.પડધરી, શિવગગા એપાર્ટમેન્ટ, ેતપુર, ભોલેનાથ પાર્ક પાસે, માધાપર તા.રાજકોટ, પ્રાથમિક શાળા પાસે, નવી મેંગણી તા.કોટડા, ડેઠડાણીયા શેરી, મોટી પાનેલી તા.ઉપલેટા, ગૌશાળા પાસે જામકંડોરણાનો સમાવેશ થાય છે.

આ સમાચારને શેર કરો