શુક્રવારથી પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં છ માસીક પરીક્ષાનો થશે પ્રારંભ : તા.17 થી દિપાવલી વેકેશન
રાજયભરની પ્રાથમિક-માઘ્યમિક શાળાઓમાં આગામી તા.3 ઓકટોબરથી છ માસીક પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આ પરીક્ષા શાંતીપુર્ણ વાતાવરણમાં લેવાય તે માટે શાળા સંચાલકો તૈયારી કરી રહ્યા છે.
શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ રાજયભરમાં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમીક-માઘ્યમીક શાળાઓમાં ધો. 1થી 8 અને 9 થી 12 ની આ છ માસીક પરીક્ષા એક સાથે લેવામાં આવનાર છે. આ અંગે શૈક્ષણીક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે પ્રકાશપર્વ દિપાવલીના આડે હવે માત્ર 20 દિવસ જ બાકી રહયાં છે.
તા.21ના દિપાવલીનો તહેવાર હોય લોકો હવે ધીમેધીમે દિપાવલી ફેસ્ટીવલ મુડમાં આવી રહયાં છે. દિપાવલીના તહેવાર અંગેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. રાજયની પ્રાથમીક-માઘ્યમીક શાળાઓ સહીતની શૈક્ષણીક સંસ્થાઓમાં છ માસીક પરીક્ષા લેવાયા બાદ તા.17 ઓકટો.થી 21 દિવસનું દિપાવલી વેકેશન જાહેર કરી દેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે.

