Placeholder canvas

ટંકારા: સજનપર ગામે ધમધમતા જુગારધામમાંથી છ પતા પ્રેમીઓ ઝડપાયા

ટંકારા સજન પર ગામે ધમધમતી જુગારધામની ક્લબ પર ટંકારા પોલીસે દરોડો કરતા જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા…

ટંકારા પોલીસ અનામૅ પોલીસ કોસ્ટેબલ કૌશિક કુમાર પેઢડીયાને મળેલી સચોટ બાતમીના આધારે રેડ કરતા સજનપર ગામ પાસે આવેલા બાપા સીતારામની મઢુલીથી આગળ ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજી પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તી અને રોન નો જુગાર તો રમાડતા હોય અને સાધન સગવડ પૂરી પાડતાં તેની અવેજમાં નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવે છે.

જેથી પોલીસે એ સ્થળ પર રેડ કરતા ત્યાંથી જુગાર રમતા (1)રણજીતસિંહ હરદેવસિંહ ઝાલા( 2)મુકેશ ભોગીલાલ શાહ (3)કેતન નાનજીભાઈ ગોહિલ (4)મનીષ છગનભાઈ જાડા (5)ભુપેન્દ્રસિંહ લગધીરસિંહ જાડેજા અને (6) ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ને જુગાર રમતા રંગે હાથે પકડી પાડ્યા હતા અને પોલીસે જુગારધારા કલમ 4. 5 મુજબ ગુનો નોંધી રોકડા રૂપિયા 50.500તથા ઇકો કાર કિરૂ 100.000 મળીને મુદ્દામાલ કુલ કિંમત1.50.500 કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ સમાચારને શેર કરો