વાંકાનેર

વાંકાનેરમાં છ નાયબ મામલતરોની બદલી

મોરબી જિલ્લામાં નાયબ મામલતદારની સામૂહિક રીતે બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં રહેલા 6 મામલતદારની બદલી કરી અન્ય જગ્યાએ મૂકવામાં આવેલ છે.

આ બદલીમાં પી એન અજાણીને વાંકાનેર થી બદલીને ટંકારા મુકવામાં આવ્યા છે તેમની જગ્યાએ ટંકારાથી યુ.એસ. વાળાને મૂકવામાં આવ્યા છે. એજ રીતે બી.પી ગઢવીને વાંકાનેર પુરવઠા વિભાગમાંથી બદલીને વાંકાનેરની પ્રાંત કચેરીમાં મૂકવો મૂકવામાં આવ્યા છે તેમની જગ્યાએ જે.એ. માથકીયાને પ્રાંત કચેરીમાંથી મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં મૂકવામાં આવ્યા છે આમ પી.બી. ગઢવી અને જે. એ. માથકીયાની અરસપરસ બદલી થઈ છે.

જ્યારે વાંકાનેરની પ્રાંત કચેરીમાંથી ડી એસ પટેલને મોરબી કલેકટર કચેરીમાં ડીજાસ્ટર વિભાગમાં મૂકવામાં આવ્યા છે અને ટંકારા મામલતદાર કચેરીના દબાણ વિભાગમાં ફરજ બજાવતા આર.કે.સોલંકીને વાંકાનેરની પ્રાંત કચેરીમાં શિરસ્તેદાર તરીકે મૂકવામાં આવ્યા છે. તેવો હવે બી એસ પટેલની જગ્યા સંભાળશે એ જ રીતે પ્રાંત કચેરી વાંકાનેરમાં ફરજ બજાવતા વાય.પી. ગોસ્વામીને મામલતદાર કચેરી મોરબી ખાતે મતદાર યાદી વિભાગમાં મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મોરબીમાં ફરજ બજાવતા આર.જી. હેરમાને પ્રાંત કચેરીમાં મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો