Placeholder canvas

વાંકાનેર: હાઇવે પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે નેશનલ હાઇવે ઉપર રેલવે નાળા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂ.16720 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદીપભાઈ બોરાણા, અરવિંદભાઈ મકવાણા,પ્રતિપાલસિંહ વાળા એમ પોલીસ સ્ટાફ ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતો અને નાઈટ પેટ્રોલીંગમાં ફરતા-ફરતા પોલીસ સ્ટાફને વાંકાનેરના નેશનલ હાઇવે ઉપર રેલવે નાળા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમતા દેખાતા પોલીસે ત્યાં જઈને જુગાર રમતા આરોપીઓ સુનિલભાઈ દેવજીભાઈ આધારા, સાહિલભાઈ ઇસ્માઇલભાઈ મીરા, સંજયભાઈ કરણાભાઈ બાંભવા, ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા, હિરેનભાઈ હરેશભાઈ ધોળકિયા, આસીફભાઈ ઇબ્રાહિમભાઈ કેડાને રૂ. 16720 ના મુદામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો