વાંકાનેર

વાંકાનેર: આજે શીતળા માતાજીના પાવન મેળાનું ઉદ્ઘાટન રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે સાંજે ૮:૩૦ કલાકે થશે


વાંકાનેર: વાંકાનેરની પવિત્ર ધરતી પર વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો શીતળા માતાજીનો પાવન મેળો વાંકાનેરની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ સાથે અતૂટ રીતે જોડાયેલો છે. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા વાંકાનેરની ધાર્મિક સંસ્કૃતિ અને લોકઆસ્થાનું આગવું પ્રતીક બની રહી છે.

સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં શીતળા માતાજીના આશીર્વાદ તથા ધોળેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાનારા આ મેળાનું ઉદ્ઘાટન આજે તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવશે.

શીતળા માતાજીના પાવન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે વાંકાનેરની સમસ્ત ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહી આ ધાર્મિક પ્રસંગની શોભા વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉદ્ઘાટન કાર્યક્રમ
તારીખ: ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬
સમય: સાંજે ૮:૩૦ કલાકે

સ્થળ: ધોળેશ્વર મહાદેવ મંદિર (શીતળા માતાજી મંદિર), વાંકાનેર
આ પાવન મેળો વાંકાનેરની વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને લોકઆસ્થાને ઉજાગર કરતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

આ સમાચારને શેર કરો