સિંધાવદર સહકારી મંડળીમાં ગુલ્લાશેઠની પેનલ પાસે સતા, વિરોધી પેનલના આઇ.એમ.પી. અને ખુશ્બૂશેઠ જીત્યા.
ગુલાશેઠની પેનલના 13 સભ્યો અને આઈએમપીની પેનલના 2 સભ્યો ચૂંટાયા..!!

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામમાં આવેલી સિંધાવદર જુથ્થ સેવા સહકારી મંડળી માં આજે ચૂંટણી યોજાઈ હતી સહકારી મંડળીની વ્યવસથાપક કમિટીને સિંધાવદર, વીડી ભોજપરા અને કલાવડી ગામના સભાસદો ચુંટે છે.
આજે યોજાયેલી આ ચૂંટણીમાં ગુલ્લાશેઠની પેનલની સામે આઈએમપી ઇસ્માઇલભાઈ અને ખુશ્બુભાઈની પેનલ ચૂંટણી લડી રહ્યા હતા જેમાં ગુલાશેઠની પેનલના 13 સભ્યો ચૂંટાતા તેઓ સતા સ્થાને આવશે.
જ્યારે વિરોધ પેનલમાં પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ આઈએમપી અને ખુશ્બુ શેઠનો ચૂંટણી જીતી ગયા છે પરંતુ તેમની પેનલના બાકીના 13 સભ્યોને તેઓ જીતાળી શક્યા નથી, તેમની પેનલાંના 13 સભ્યોનો પરાજય થયો છે.
મળેલી માહિતી મુજબ આ ચૂંટણીમાં આશરે 57 જેટલા મત એવા ફેલ થયા છે જેમાં 15 કરતા વધુ મત આપવાને કારણે મત રદ થયા છે. જેમનો આઈએમપીની પેનલને ભારે માર પડ્યો અને આઈએમપીની પેનલના 13 સભ્યોનો પરાજ્ય થયો છે. અને સત્તા હવે ગુલ્લાશેઠની પેનલના હાથમાં જશે… અત્રે એ નોંધવું રહ્યું કે આ વખતની ચૂંટણીમાં પણ આ પૂર્વેની ચૂંટણી જેમ જ અબ્બાસ જલાલ સૌથી વધુ 313 મત સાથે પ્રથમ નંબર મેળવીને ફરીવાર એક્કો સાબિત થયા છે.



