Placeholder canvas

સીંધાવદર ગ્રામ પંચાયત સુપરસીટ: આઈ.એચ.માથકિયા વહીવટદાર…

વાંકાનેર: સીંધાવદર ગ્રામ પંચાયત સુપર હિટ થઈ છે. સીંધાવદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો હોદ્દા પરથી દૂર કરાયા છે અને ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદાર તરીકે આઈ.એચ.માથાકિયાને નિમવામાં આવ્યા છે.

સીંધાવદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પક્ષના સભ્યો ઓછા હોય અથવા તો પાછળથી સરપંચ સભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો હોય કોઈપણ કારણસર સીંધાવદર ગ્રામપંચાયતનું બજેટ બે વખત ના મંજૂર થયું હતું બાદમાં લોકડાઉન આવી જતા તેમને લોકડાઉન પૂરું થયા બાદ એક મોકો આપવામાં આવ્યો હતો જેમાં સરપંચે બજેટ ની મીટીંગ બોલાવી નહોતી જેથી સીંધાવદર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા સિંધાવદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો ને હોદ્દા પરથી દૂર કરાયા છે અને તેમની જગ્યાએ ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદાર તરીકે તાલુકા પંચાયતના સર્કલ આઈ. એચ. માથકિયાની નિમણૂક કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો